વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક ખાતે પ્રેમ સંબંધ મામલે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષોએ એકાબીજા પર હુમલો કરી માર મારતાં આ બનાવમાં બંને પક્ષોએ સામસામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વ્રજલાલ કારીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). અમુભાઈ ઠાકરાણી, ૨). કેવલ ઠાકરાણી, ૩). સનીભાઈ ભરતભાઈ ઠાકરાણી, ૪). ચિરાગભાઈ અશોકભાઈ ઠાકરાણી અને ૫). શામજીભાઈ અશોકભાઈ ગોરીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની ભત્રીજી સાથે આરોપી શામજીભાઈ ગોરીયાને પ્રેમ સંબંધ હોય, જે બાબતના મન દુઃખમાં આરોપીઓએ ફરિયાદી તથા શાહેદને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો…

જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી શામજીભાઈ અશોકભાઈ ગોરીયાએ આરોપી ૧). મુન્નાભાઈ કારીયા, ૨). દેવ મુન્નાભાઈ કારીયા, ૩). જેનીસ કરિયા અને ૪). કાળી સામે ફરિયાદ નોંધાવી છે કે, જેમાં આરોપીઓએ ફરિયાદીને રસ્તામાં રોકી ‘ અમારી સામે કાતર કેમ મારો છો ? ‘ તેવું કહીને ગાળો આપી અને લાકડી તથા ધોકા વડે પગમાં માર મારી ઈજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!