ગુજરાતમાં આજથી બુધવાર અને ગુરુવારે બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 20 અને 21 એપ્રિલ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં બે દિવસ ગરમીથી આંશિક રાહત મળે તેવી શકયતા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે….

હવામાન વિભાગે બે દિવસ દરમિયાન થન્ડર સ્ટોર્મની અસર રહેવાની પણ શકયતા વ્યકત કરી છે. ગાંધીગનર, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે ત્યારે સાબરકાંઠાના કલેક્ટરે ખેડૂતોને સાવચેત કર્યા છે અને ખુલ્લી જગ્યામાં મુકેલા પાકને સલામત સ્થળે ખસેડવા સૂચન જારી કર્યું છે. કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને APMC અને સબસેન્ટરમાં માલને વ્યવસ્થિત જગ્યાએ રાખવા સૂચના આપી છે. આ કમોસમી વરસાદથી હાલમાં જ પિયત કરેલા ઉનાળુ પાકને નુકસાન થઇ શકે છે…..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!