ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટા સાથે બે દિવસના વાદળછાયા વાતાવરણ બાદ ગઈકાલ સાંજથી હજુ સુધી ઠેકઠેકાણે કમોસમી વરસાદ નોંધાયો, ઉભા શિયાળું પાક પર મોટા જોખમથી ખેડૂતો પરેશાન…

ગુજરાતમાં આગામી 27 અને 28મી દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઇકાલે અને આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 27મી ડિસેમ્બરથી જ રાજ્યના અનેક ઠેકાણે વાતવારણમાં પલટો આવ્યો હતો જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના અમદાવાદા, રાજકોટ, સુરત, મોરબી, કચ્છ સહિતના જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે…

ભરશિયાળે મોરબી જીલ્લામાં અચાનક વાતાવરણ પલટાઇ ગયું હતું અને બે દિવસનાં વાદળછાયા વાતાવરણ બાદ ગઈકાલ સાંજથી આજે સવારે સુધીમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી લોકો પણ અચંબામાં મુકાયા હતા અને આશ્ચર્ય સાથે હવે શિયાળામાં સ્વેટર પહેરવું કે પછી રેઈનકોટ પહેરવો તે વિચારી રહ્યા છે…!

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!