વાંકાનેર શહેર ખાતે ગઇકાલ રવિવારના રોજ સુન્ની મુસ્લિમ સમાજના છઠ્ઠા સમુહલગ્ન યોજાયા હતા જેમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનના નિકાહ પડતા લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓએ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા….

આ સમુહ લગ્નમાં જોડાયેલા તમામ અગીયાર દુલ્હનનોને કરિયાવર પેટે 134 કરતા વધુ વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી. અને રાત્રે જમણવારનું આયોજન હજરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, મીર સાહેબ (પુર્વ ધારાસભ્ય), વાંકાનેર એપીએમસી ચેરમેન શકીલ પીરઝાદા, ગફારભાઈ મંત્રી, ઈરફાન પીરઝાદા, સરફરાઝભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!