વાંકાનેર શહેર નજીક આવેલ ધર્મનગર સોસાયટી પાસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ રૂ. 11,200 સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ નવાપરા વિસ્તારમાં ધર્મનગર સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧).  મહેશભાઈ દામજીભાઈ ભખવાડિયા,

૨). વિજયભાઇ દિનેશભાઈ ડાભી, ૩). મનીષભાઈ કરસનભાઈ ડાભી, ૪). નરોતમભાઈ કેશુભાઈ વાઘેલા, ૫). કમલેશભાઈ ગણેશભાઈ ડાભી અને ૬). સાદીકભાઈ અસરફભાઈ કેડાને રોકડ રકમ રૂ. 11,200 સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!