મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા વાંકાનેરના એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ આ દર્દી સાજો થતાં જીલ્લો કોરોના મુક્ત બન્યો હતો જેના થોડા દિવસ બાદ આજે ફરી કોરોનાએ મોરબી જિલ્લામાં દસ્તક દીધી છે. જેમાં મોરબી શહેરમાં જ એક સાથે બે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. આ બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આઇડેન્ટીફાય કરવા સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે….

મોરબી શહેરમાં ગઇકાલે સાંજે કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાં એક 16 વર્ષનો તરૂણ અને 41 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 41 વર્ષના આધેડે વેક્સીનના બન્ને ડોઝ લીધા હોવા છતાં તેઓ‌ કોરોના સંક્રમિત થયા છે. હાલ આરોગ્ય વિભાગને આ બંને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે કોઈ અન્ય પોઝિટિવ કેસ સાથે સંપર્કમાં હોવાની હિસ્ટ્રી મળેલ નથી…

આ બન્ને પોઝિટિવ કેસને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ બન્ને દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે મોરબીમાં તમામ લોકોને તકેદારી રાખવા પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

 

error: Content is protected !!