અગાઉ પણ આવી જ રીતે અનેક ચોરી/ઘરફોડ કરનાર બંને હિસ્ટ્રી ચિટર આરોપીઓને પોલીસે ઝડપી લીધા…
ગત શનિવારના રોજ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસનું વેચાણ કરી પરત રીક્ષામાં બેસી વાડી તરફ જતા એક ખેત મજૂરના ખિસ્સામાંથી કપાસ વેચાણની આવેલ રકમ રૂ. 56,700ની સીએનજી રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા એક તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી, જે બનાવમાં આજે વાંકાનેર સીટી પોલીસે બે હિસ્ટ્રી ચિટર શખ્સોની ચોરી થયેલ રોકડા રકમ તેમજ રિક્ષા સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામે પૂથુભા ઝાલાની વાડીએ ઓરડીમાં રહી ખેત મજૂરી કરતા દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા નામનો યુવાન વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસનું વેચાણ કરવા આવેલ હોય જ્યાંથી તે એક કાળા કલરની સીએનજી રીક્ષામાં બેસી પરત જતો હોય ત્યારે રિક્ષામાં મુસાફરની જેમ પાછળ બેઠેલ એક અજાણ્યા શખ્સે તેની નજર ચૂકવીને તેના ખિસ્સામાં રહેલ કપાસ વેચાણની રોકડ રકમ રૂ. 56,700 ની ચોરી કરેલ હતી, જેથી ભોગ બનેલ યુવાન દ્વારા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી હતી..
આ બનાવ અનુસંધાને વાંકાનેર સિટી પીઆઇ કે. એમ. છાસીયાની સૂચના મુજબ પોલીસ ટીમ કાર્યરત હોય દરમ્યાન સ્ટાફના હરપાલસિંહ પરમાર અને કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે કુવાડવા તરફથી વાંકાનેર આવી રહેલ બાતમી વાળી રિક્ષાને અમરસર ફાટક પાસે રોકીને તેમાં બેઠેલા બંને શખ્સોની પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ખેત મજૂર પાસેથી પૈસાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે આરોપી અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર (રહે. હુડકો ચોકડી, રાજકોટ) અને અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા (રહે. નવાગામ-આણંદપર, સાત હનુમાન મંદીર પાસે, રાજકોટ)ની ચોરી થયેલ રોકડ રકમ રૂ. 56,700 અને એક સીએનજી રિક્ષા નં. GJ 3 AW 5985 સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
આ ગુનામાં વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડેલ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ચોરી અને ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલા હોય, અને અવારનવાર રીક્ષામાં મુસાફરો પાસેથી પૈસા તથા કિંમત વસ્તુઓની ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પી.આઈ. કે. એમ. છાસીયા, પીએસઆઇ ડી. વી. કાનાણી, હેડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, બળદેવસિંહ જાડેજા, કો. કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી તથા પ્રતિપાલસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1