વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતેથી થોડા દિવસ પહેલા એક બાઈકની ચોરી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે ચોરાઉ બાઈક સાથે એક આરોપીને વાંકાનેર સીટી પોલીસે અમરસર ફાટક નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતેથી થોડા દિવસ પહેલા બાઈક ચોરી કરનાર આરોપી વાંકાનેર શહેર તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે અમરસર ફાટક પાસે વોચ ગોઠવી હોય જેમાં ત્યાંથી બાતમી વાળી શંકાસ્પદ બાઈક નીકળતાં,
પોલીસે તેને કોર્ડન કરી ગુજકોપની મદદથી વાહન સર્ચ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે આરોપી પરવેઝ હુશેન ઉર્ફે ડબલ દેકાવાડીયા (ઉ.વ. ૩૯, રહે મોમીન શેરી, વાંકાનેર)ની ચોરીના બાઈક નં. GJ 03 EQ 0275 સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ કે. એમ. છાસિયા, પીએસઆઈ એન. એમ. ગઢવી, ડી. વી. કાનાણી, ભુપતસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, પરબતભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC