વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ખાંભાળા ગામે આજે સાંજના સમયે પવનચક્કી નાંખવાની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર ખાંભાળા ગામના માલધારીઓએ હુમલો કર્યો હતો જેમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર સરવૈયા પર હુમલો થતાં તેમણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે અન્ય એક શખ્સને પણ ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ખાંભાણા ગામની સીમમાં ચાલતી પવનચક્કીની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર ખાંભાળા ગામના માલધારીઓએ અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં વાંકાનેર સીટી પીઆઈ સરવૈયા પર લાકડી વડે હુમલો થતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને માથાના ભાગે સાતથી આઠ ટાંકા આવતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે…

આ બનાવમાં પીઆઈ સરવૈયા સહિત અન્ય એક શખ્સને પણ ઇજા પહોંચી હતી જેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ બન્ને ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે અને બનાવ અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ કાફલો પણ વાંકાનેર માટે રવાના થયો‌ હોવાનું જાણવા મળી રહ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!