છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા કચરાના નિકાલની વ્યવસ્થા ન કરાતા હોસ્પિટલ ખાતે કચરાના ગંજ ખડકાયા, બાબતે વાંકાનેર ભાજપ અગ્રણીઓ લાલઘૂમ….

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ઉદભવતા ભીના તથા સુકા કચરાના નિકાલ બાબતે છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકા તંત્ર દ્વારા વ્યવસ્થા ન કરાતાં હોસ્પિટલ ખાતે કચના ગંજ ખડકાયા છે જેથી આ બાબતે વાંકાનેર ભાજપ અને હોસ્પિટલ અધિક્ષક આકરા પાણીએ આવી તાત્કાલિક ઘટતું કરવા રજુઆત કરવામાં આવી છે…

બાબતે વાંકાનેર સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા વાંકાનેર નગરપાલિકા ચિફ ઓફીસરને રજુઆત કરી જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલ ખાતે ઉદભવતા કચરાના નિકાલ બાબતે અત્રેની કચેરી દ્વારા અનેક વાર પાલિકાતંત્રને લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવી છે પરંતુ હજુસુધી આ બાબતે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે હોસ્પિટલમાં ગંભીર રોગચાળો ફેલાવાની ભીતી હોય જેથી બાબતે તાત્કાલિક ઘટતું કરવા માંગ કરવામાં આવી છે…

બાબતે વાંકાનેર ભાજપ અગ્રણી પૈકી તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અનિયારીયા, તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ બાભવા, શહેર ભાજપ મહામંત્રી
કે. ડી. ઝાલા, શહેર ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ ખીરૈયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાડુભાઈ ધરજીયા તથા સુરેશ ભાઈ પ્રજાપતિ હોસ્પિટલ ખાતે પહોંચી કચરાના ગંજનો તાત્કાલિક નિકાલ કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરી અને જો આ બાબતે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.‌‌..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!