મહિલા તથા પુરુષોની રોજગાર માટે સતત પ્રયત્નશીલ એવી કેલ્ડ્રીજ કંપની તથા પ્રથમ સંસ્થાના સહયોગથી વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે મહીલાઓને આઠ દિવસની કડીયા કામની તાલીમ આપવામાં આવી હતી જેમાં કડિયા કામ દરમ્યાન ધ્યાનમાં રાખવી પડતી દરેક બાબતોની ટેકનીકલ માહીતી આપવામાં આવી હતી…
આ સાથે જ આ તાલિમ દરમ્યાન મહિલાઓને ડીજીટલ સર્વીસ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, આ કાર્યક્રમ થકી તાલીમ લેનાર દરેક મહીલાના કામમાં સુધારો થશે તેમજ તેમની આવકમાં પણ વધારો થઈ શકશે. આ સમગ્ર તાલીમનું સંચાલન મોહિતી સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું…
તા. 18/09/2021 થી 25/09/2021 સુધી આયોજિત આ તાલિમ કાર્યક્રમના આખરી દિવસે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ કેલ્ડ્રીજ કંપની તથા પ્રથમ સંસ્થા દ્વારા કડીયા, પેઈન્ટર, ઈલેક્ટ્રીશન સહિતના વિવિધ પ્રકારના રોજગાર લક્ષી કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેના વિશે વધુ માહિતી માટે મો. 8200717122 (ઇમ્તીયાજ બાદી, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન) પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF