વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ગઈકાલના રોજ બપોરના સમયે એક રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી બાઇક ચાલક યુવાનને હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ, અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મુકી ફરાર થઇ ગયો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લાકડધાર ખાતે પ્લાઝા ગ્રેનાઈટ કારખાનામાં રહી મજૂરી કામ કરતો યુવાન દિનેશભાઈ છગનભાઈ ગણાવા પોતાનું મોટરસાયકલ નં. GJ 34 C 8377 લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હોય ત્યારે વાંકાનેરના ભલગામ નજીક સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રક નં. GJ 07 UU 6860ના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી દિનેશભાઈના બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો…
આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલક યુવાનને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મુકી ફરાર થઇ ગયો હતો…
બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જેમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF