કાયદો વ્યવસ્થાના લીરેલીરા : વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ પર ધોળા દિવસે નવ શખ્સોનો હુમલો….

0

બોલાચાલી બાદ સમાધાન માટે ગયેલ નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ અને સાહેદો પર નવ શખ્સોનો હિચકારો હુમલો, અવાર-નવાર ધોળા દિવસે બનતા હુમલાના બનાવોથી અસુરક્ષિતતા અનુભવતા નાગરિકો….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળતી જોવા મળે છે, જેમાં અવાર-નવાર નાગરિકો પર જાહેર હુમલાના બનાવો બને છે. થોડા સમય પહેલા વાંકાનેર પીઆઈ સરવૈયા પર હુમલા બાદ માર્કેટ ચોકમાં યુવાન પર હુમલા જેવા બનાવો બાદ આજે બપોરના સમયે વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ અને સાહેદો પર નવ શખ્સોએ સમાધાનના બહાને બોલાવી હુમલો કરતા શહેર ભરમાં ચકચાર ફેલાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના સમયે વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ સાહેદ સબિરભાઈ બ્લોચ અને ગફારભાઈ હાસમભાઈ કાબરા સાથે નવા બસ સ્ટેન્ડ પાસે આરોપીઓ સાથે આગાઉ થયેલ બોલાચાલી બાબતે સમાધાન માટે ગયેલ હોય જેમાં આરોપી ૧). વિશાલભાઈ ગાંડુભાઈ ડાભી (ભરવાડ), ૨). કુલદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ૩). જયદીપભાઈ ગાંડુભાઈ ડાભી,

૪). ગાંડુભાઈ રવજીભાઈ ડાભી, ૫). મનદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ૬). ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, ૭). કાલુ પાણીપુરી વારો, ૮). રોકી અને ૯). કાલુનોભાઈ સોનુંએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઈપ અને લોખંડની કુંડલી વાળી લાકડી વડે હુમલો કરતા સાહેદ ગફારભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે સબિરભાઈ અને જાકીરભાઈને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી…

આ બનાવમાં ફરિયાદી જાકીરભાઈ બ્લોચની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે નવ શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૦૩, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

ઉપરોક્ત બનાવમાં નગરપાલિકાના કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ સાથે વાતચીત કરતા તેમણે ચક્રવાત ન્યુઝને જણાવ્યું હતું કે, આ બનાવમાં અમો અગાઉની બોલાચાલી બાબતે સમાધાન માટે ગયેલ હોય જેમાં અમોને છેતરી ઉપરોક્ત આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી અચાનક હુમલો કર્યો હતો જેમાં અમોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી સાથે જ આરોપીઓએ ફરિયાદીની કારમાં પડેલ પેટ્રોલ પંપની આવકની રકમ રૂ. 2,45,680 પણ ગાડીનો કાચ તોડી હુમલો કરી લુંટી લીધી હતી, જે હાલ પોલીસ તપાસમાં હોય, જેથી આ બાબતે તાત્કાલિક પોલીસ તંત્ર એક્ટીવ બની યોગ્ય કાર્યવાહી કરે અને વાંકાનેર વિસ્તારમાં કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી બાબતે પણ ઉંડાણ પૂર્વક વિચાર કરી તાત્કાલિક ઘટતા પગલાં લે તેવી માંગ કરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS