વાંકાનેરના હસનપર ગામે શક્તિપરામાંથી જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા….

0

વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ઓસમાણભાઈ ખીમશાભાઈ દલ, નટુભાઈ રવજીભાઈ રાતડીયા, પ્રભુભાઈ શામજીભાઈ કુંવારીયા, જાનમહમદ આદમભાઈ દલ,

રસીદભાઈ ઈબ્રાહીમભાઈ ચાવડા, અશોકભાઈ પ્રવીણભાઈ મેસરિયા, મનસુખભાઈ ભવનભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રામજીભાઈ બાબરિયા અને રમેશભાઈ સુરાભાઇ બાબરિયા સહિત નવ શખ્સોને રોકડ રકમ રૂ. 5,410 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS