વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે રહેતા એક વૃદ્ધ પર તેમના જ ગામના બે શખ્સોએ મળી ‘ તારે જમીન અમને જ વહેંચવાની છે ‘ કહી હુમલો કરી ફડાકા ઝીંકી કામ માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વૃદ્ધની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામ ખાતે રહેતા મામદભાઈ મીરાજીભાઈ માથકીયા (ઉ.વ. 70) નામના વૃદ્ધે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના જ ગામના આરોપી ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા તથા ભગત ખેંગારસિંહ ઝાલા ગઈકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામા ફરિયાદી જ્યારે ચંદ્રપુર નજીક નાલા પાસે ફીમેન સબમર્શીબલ પંપની દુકાને હોય ત્યાં આવી, ‘ તારી જમીન અમને જ વહેંચવાની છે ‘ તેવું કહેતા,
મામદભાઈએ ‘ જે ખરીદદાર બજાર ભાવ ચાલે છે, તે મુજબ પૈસા આપશે તેમને જમીન વેચશુ ‘ કહેતા બન્ને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ‘ આ જમીન અમને જ વહેંચજે નહિતર ગામ છોડીને ચાલ્યો જજે ‘, કહી હુમલો કરી ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….
જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2