કલા મહાકુંભ 2022 અંતર્ગત મોરબીના તમામ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે…

0

કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે વાંકાનેર, મોરબી, ટંકારા, હળવદ, માળીયા તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે…


રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ અને તાલુકા કક્ષા કલા મહાકુંભનું મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે…

આ કલા મહાકુંભ મહોત્સવ અંતર્ગત વાંકાનેર તાલુકા કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા. ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ શ્રી એલ. કે. સંઘવી સ્કૂલ – વાંકાનેર ખાતે, ટંકારા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા. ૦૪/૦૯/૨૦૨૨ ના રોજ શ્રી નાલંદા વિદ્યાલય – વિરપર, ટંકારા ખાતે, માળિયા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૨૭/૦૮/૨૦૨૨ ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરાર, માળિયા ખાતે,

હળવદ તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૨૮/૦૮/૨૦૨૨ ના રોજ શ્રી તક્ષશિલા વિદ્યાલય, હળવદ ખાતે, મોરબી તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ શ્રી પી. જી. પટેલ કોલેજ – મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જે તમામ સ્થળોએ સ્પર્ધકો માટેનો રિપોર્ટિંગ ટાઈમ સવારે ૦૮:૦૦ કલાક છે…

આ સ્પર્ધાઓમાંથી નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કૂલમાંથી આપવામાં આવશે. તો ઉપરોક્ત સ્થળ તથા તારીખે તમામ ફોર્મ ભરેલા સ્પર્ધકોએ હાજર રહેવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl