વાંકાનેર : દાણાપીઠ ચોકથી જકાતનાકા સુધીના રોડ પર પડેલ ગાબડાં બાબતે તંત્રએ ઉદાસીનતા દાખવતા સ્વખર્ચે ગાબડાં પુરાયા….

0

જવાબદાર તંત્રનું નાક કાપી કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાના માર્ગદર્શન હેઠળ રાજા કેટલ ફીડના સહયોગથી ગાબડાં પુરાયા….

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધીનો રોડ ચાલું ચોમાસાની સિઝન દરમ્યાન મગરમચ્છની પીઠ સમાન બની ગયો હોય, જેમાં ઠેકઠેકાણે આ રોડ પર મહાકાય ગાબડાંઓ પડી ગયા હોય જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય બાબતે અનેકવાર જવાબદાર તંત્રને રજૂઆતો કરવા બાદ પણ તંત્રએ મસમોટા ગાબડાં ન પુરતા આજે આખરે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાના માર્ગદર્શન હેઠળ રાજા કેટલ ફીડના સહયોગથી આ મહાકાય ગાબડાંઓ મોરમથી પુરવામાં આવ્યા હતા….

નાગરિકોને અનેક રજૂઆતો બાદ પણ જવાબદાર તંત્ર આ ગાબડાં પુરવા ઉદાસીનતા દાખવતું હોય જેમાં એક મહિનાથી આ રોડ પર વાહન લઇને ચાલવું પણ મુશ્કેલ બનતાં આજે આખરે આપના હાથ જગન્નાથ કહેવત સાર્થક કરી કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાના માર્ગદર્શન હેઠળ રાજા કેટલ ફીડના સહયોગથી આ રોડ પર પડેલા મસમોટા ગાબડાંઓ પુરવામાં આવતા વાહનચાલકોને આશિક રાહત મળી હતી. હવે જોવાનું રહ્યું કે બાબતે શું જવાબદાર તંત્ર આ રોડનું નવિનીકરણ/રીપેરીંગ કામ હાથ ધરશે કે કેમ ?

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl