પ્રથમ લોકડાઉન સમયે પાન-બીડી-તંબાકુ-સોપારીમાં ધુમ કાળાબજાર કરીને તગડા થયેલા કાળાબજારીયા વેપારીઓએ હવે ફરીથી લોકડાઉન શક્યતાની પુરી તૈયારીઓ કરી : છેલ્લા આઠ દિવસમાં વાંકાનેર શહેરમાં અધધ 3500 મણ સોપારી, 3 ટ્રક બાગબાન તમાકું, 5 ટ્રક બીડીનો જથ્થો ઠલવાયો, બાબતે તંત્ર દ્વારા તપાસ કરી પગલાં ભરાશે કે પછી ભાગ બટાઇ થશે ?

વર્તમાન સમયમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે ત્યારે આ સંક્રમણને નાથવા હવે લોકડાઉન એકમાત્ર ઉપાય બાકી રહ્યો છે ત્યારે ગત લોકડાઉનની માફક આ વખતે પણ તમાકુ-પાન-બીડી સહિતની વસ્તુઓમાં ધોમ કાળા બજારી કરી તગડો નફો કમાવાની લાલચમાં અમુક વેપારીઓ દ્વારા મોટા જથ્થામાં માલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ મામલે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર માત્ર વાતોના વડા કરી નાગરિકોને બેવકુફ બનાવી રહી છે.

રાજ્યની ભાજપ સરકાર કે ભાજપના નેતાઓ હજુ સુધી ગુજરાત ભરની સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો, રેપિડ ટેસ્ટ કીટ, પુરતા પ્રમાણમાં ડોક્ટરો-સ્ટાફ, ઇન્જેક્શન સહિતની જરૂરી સામગ્રી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે જેનાથી દર્દીઓને યોગ્ય સમયે સારવાર ન મળવાથી મોતને ભેટી રહ્યાં છે. આવી જ રીતે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર પાસે 20,000 જેટલી રેપિડ ટેસ્ટ કીટનો કોઈ હિસાબ નથી, તેની તપાસ કેમ કરવામાં આવતી નથી ? ક્યાં ગઈ આટલી બધી ટેસ્ટ કીટો, બાબતનો જાહેર ખુલાસો ક્યારે થશે ?

રાબેતા મુજબ કોરોના ટેસ્ટ માટે દર્દીઓને 24 થી 36 કલાકની રાહ જોવી પડે છે જેથી આ સમયગાળા દરમિયાન દર્દીઓની હાલત અતિ ગંભીર બને છે પરંતુ આની સામે જયારે રેપિડ ટેસ્ટ કીટનો યોગ્ય પ્રમાણમાં જથ્થો હોય તો માત્ર અડધી કલાકમાં જ ટેસ્ટનું પરિણામ મળી શકે છે જેનાથી યોગ્ય સમયે સારવાર મળતા દર્દીનો જીવ બચી શકે છે. આવી જ રીતે ગુજરાત ભરની હોસ્પિટલોમાં ઓક્સિજનના યોગ્ય જથ્થા વગર કોરોના દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. મોરબી જિલ્લામાં પણ ઓક્સિજન સિલિન્ડરની તિવ્ર અછત ઊભી થઈ છે.

આ બધા વચ્ચે વધુ એક સવાલ કાળાબજારિયાઓએ ઉભો કર્યો છે. જેમાં ગુજરાતમાં વ્યસનીઓની સંખ્યા વધું હોવાથી લોકોની મુખ્ય જરૂરીયાત એવી પાન-બીડી-તમાકુના વેચાણમાં લોકડાઉન દરમિયાન બેફામ કાળા બજારી કરવામાં આવી હતી જેની સાક્ષી ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ઇન્ટરવ્યૂમાં હળવા અંદાજમાં આપી હતી. છતાં પણ ત્યારે આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતા અને નાગરિકો ખુલ્લેઆમ લુંટાતા રહ્યા હતા. પહેલા લોકડાઉન દરમિયાન વાંકાનેર વિસ્તારમાં કાળાબજારિયા વેપારીઓ દ્વારા રૂ.20 ની કિંમતની બીડીના રૂ. 100, 10 રૂપિયાના માવાના 50-100 રૂપિયા, 205 રૂપિયાની કિંમતના બાગબાન તમાકુના ડબ્બાના 1000-1200 રૂપિયા તોડી વેપારીઓ નાગરિકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા હતા. આ બાબતે તે સમયના વાંકાનેર નાયબ કલેક્ટર એન. એફ. વસાવાએ પણ હાથ ધોયા હોવાની ચર્ચા તેજ બની હતી.

આવી જ પરિસ્થિતિનું પુનઃ સર્જન કરી વાંકાનેરના નાગરિકોને ફરી લુંટવાનું ષડયંત્ર વાંકાનેરના અમુક કાળાબજારિયા વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ આક્રમક ઝડપથી વધી રહ્યું છે ત્યારે હવે તેને રોકવા માટે લોકડાઉન એકમાત્ર ઉપાય બાકી રહ્યો છે ત્યારે આ મોકાનો લાભ લેવા માટે વાંકાનેરના કાળાબજારિયા વેપારીઓ દ્વારા છેલ્લા આઠ દિવસની અંદર વાંકાનેર શહેરમાં અધધ 3500 મણ સોપારીનો જથ્થો આયાત કરવામાં આવ્યો છે, જેનો સંગ્રહ મોટાભાગે ભાટીયા સોસાયટીમાં કરાઇ છે. આવી જ રીતે ત્રણથી વધુ ટ્રકો ભરી બાગબાન તમાકુ અને પાંચથી વધુ ટ્રકો શિવાજી અને 11 નંબર બીડીની પણ આયાત કરવામાં આવી છે. આ જોતા કાળાબજારિયાઓએ નાગરિકોને લુંટવા માટે શસ્ત્ર સજાવ્યા હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.

માલની અછત ન સર્જાય અને કૃત્રિમ રીતે તેવા ભાવો ન વધારાઇ તેના માટે સરકાર દ્વારા સ્ટોક નિયંત્રણ ધારો ઘડવામાં આવ્યો છે જેનો અહીં ખુલ્લેઆમ ભંગ થ ઇ રહ્યો છે. શું એક કે બે વેપારીઓ આવડો મોટો જથ્થો સ્ટોક કરી શકે કે પછી જવાબદાર તંત્રની પણ મિલિભગત છે ? વાંકાનેર શહેરમાં ઠેકઠેકાણે પાન-બીડી-તમાકુનો સંગ્રહ કરાયો છે. બાબતે જો જવાબદાર તંત્ર તટસ્થ અને નિષ્ઠાથી દરેક વેપારીના માલ સ્ટોક પત્રક લઈને ખાનગી ગોડાઉનોમાં ચેકીંગ-તપાસ કરવામાં આવે તો મોટો ભંડાફોડ થઈ શકે છે. પરિસ્થિતિનો ગેરલાભ લઈ કાળા બજાર કરીને લાખો-કરોડો કમાવવા માટે મોટા મોઢા ફાડીને બેઠેલ અનેક વેપારીઓ તંત્રના સંજોગોમાં આવી શકે તેમ છે….

ઉપરોક્ત બાબતે ચક્રવાત દૈનિક દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેથી જો કોઈપણ વ્યક્તિને બાબતે કોઈ બાતમી કે જાણકારી હોય તો તે મો. 9978762277 પર આપી શકે છે. (માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે) જેથી બાબતે જો જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ચક્રવાત ન્યૂઝ દ્વારા આવા કાળાબજારિયા વેપારીઓનો ભાડાં ફોડ કરવામાં આવશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

 

error: Content is protected !!