મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતનીના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવી હોટેલ પર ડમી ગ્રાહક મોકલી હોટલમાં છાપો માર્યો હતો, જેમાં અહિં હોટલની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે હોટલના માલિક અને મેનેજરને ઝડપી લીધા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી લલનાઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો કરાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે ગતરાત્રે પોલીસ સ્ટાફ દ્વારા ટ્રેપ ગોઠવી આ હોટલમાં ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી જેમાં અહિં હોટલની આડમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાનું ખુલ્યું હતું….

આ બનાવમાં હોટલના માલિક અને મેનેજર દ્વારા બહારથી લલનાઓને બોલાવી આ ગોરખધંધો કરાતો હોવાનું જણાતા પોલીસે હોટલની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતા હોટલના માલિક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

પોલીસના આ દરોડા દરમિયાન હોટલમાંથી પશ્ચિમ બંગાળ, મુંબઈ સહિતના રાજ્યોની મળી કુલ ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પુછપરછ કરતા તેમની પાસે હોટલના સંચાલકો દ્વારા દેહવ્યાપારનો ધંધો કરાવાતો હોવાનું બહાર આવતા પોલીસે આ બનાવમાં બે આરોપીઓની ધરપકડ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!