વાંકાનેર તાલુકાની જોધપર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે અને તાલુકા હેલ્થ ઓફિસ ડો. આરીફ શેરશિયાના માર્ગદર્શન હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8 ના કુલ 33 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો….
આ સ્પર્ધામાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, કંપાસ, પેડ, કલર જેવા ઈનામો પ્રોત્સાહન તરીકે આપવામાં આવ્યા હતા તથા કાર્યક્રમના અંતે બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા RBSK ટીમના ડો.નિલેશ ધનાણી, ડો. ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા, HWC- જોધપર, PHC -કોઠી તથા સ્કૂલના આચાર્ય મીનાબેન કાનાણીએ જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf