વાંકાનેર હાઇવે જકાતનાકા નજીક સ્વિફ્ટ કારમાં દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો….

0

વાંકાનેર શહેરની હાઇવે ચોકડી નજીક જકાતનાકા પાસેથી સીટી પોલીસ ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતી એક સ્વિફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલા એક શખ્સને 500 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે નેશનલ હાઇવે પર જીનપરા જકાતનાકા પાસેથી સ્વિફ્ટ કાર નં‌. GJ 01 HS 0701 ને રોકી તલાશી લેતા તેમાંથી 500 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે કાર ચાલક આરોપી વનરાજ સામંતભાઈ મેર (રહે. હાલ રેસમીયા ગામ, મૂળ રહે. ડાકવડલા તા.ચોટીલા)ને દેશી દારૂ, મોબાઇલ તથા કાર સહિત કુલ રૂ. 92,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf