વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક ફેક્ટરીના માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વેળાએ મશીનરીના કન્વેયર બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એમસર સિરામિક ફેકટરીના માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં માટી નાખતી વખતે મૂળ મધ્યપ્રદેશના વતની આદિવાસી શ્રમિક મુકામસીંગ જેતુભાઇ સેમલીયાનો હાથ બેલ્ટમાં આવી જતા ખભાથી લઈ ગરદન સુધી ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….