મોડી રાત્રે થયેલ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં વહેલી સવારે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે હાઇવે પર આજે વહેલી સવારે એક ટ્રક, કાર અને બાઈક વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ વહેલી સવારે ત્યાંથી પસાર થતાં એક બાઇક ચાલક ટ્રક પાછળ ઘુસી જતા ગંભીર અકસ્માતના બનાવમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે નેશનલ હાઈવ પર જોધપરની ખારી પાસે ગત મોડી રાત્રીના એક ટ્રક નંબર TN 52 J 5576 અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ અકસ્માત ગ્રસ્ત વાહનો સ્થળ પર હોય ત્યારે આજે વહેલી સવારે અહીંથી પસાર થતાં એક બાઈક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક ટ્રક પાછળ ઘુસી જતા વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક પરપ્રાંતિય શ્રમિક યુવાન ગુડ્ડુભાઈ નાનુભાઈ (ઉ.વ. ૨૫) નું મોત થયું હતું. જેથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!