વાંકાનેર તાલુકાના હસનપર ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ત્રણ શખ્સો પર આઠ આરોપીઓનો જીવલેણ હુમલો….

0

દિકરીના કૌટુંબિક સગાઓ સાથે મળી છરી, ધારીયા, પાઈપ વડે યુવાન પર તુટી પડ્યા, માંડ માંડ જીવ બચ્યો…

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા એક યુવાને ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી યુવતીના કૌટુંબિક સગાઓએ સાથે મળી યુવાન સહિત ત્રણ શખ્સો પર છરી, ધારીયા અને પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર મારતાં બનાવની માંડ માંડ બચેલા યુવાને આઠ શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા યુવાન ભરતભાઈ સતાભાઈ મૂંધવાએ વાંકાનેર પોલીસમાં આરોપી પરબત નાજાભાઈ, મશરૂ નાજાભાઈ, વિશાલ પરબતભાઇ, વિક્રમ પરબતભાઇ, બધાભાઈ હિન્દુભાઈ અને છગનભાઇ નાજાભાઈના મોટા દીકરા સહિતના બે અજાણ્યા શખ્સોએ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ભરતભાઈએ ત્રણ વર્ષ પહેલા આરોપીઓની કૌટુંબિક દિકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોય, જે બાબતનો ખાર રાખી ફરિયાદી વાંકાનેર રેલવેસ્ટેશન નજીક આવેલ ખોડિયાર રેસ્ટોરન્ટમાં હોય ત્યારે ઉપરોક્ત આરોપીઓએ એક સંપ કરી ધારીયું, છરી, પાઇપ સહિતના હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો…

આ બનાવમાં ફરિયાદી ભરતભાઈ તેમજ સાહેદ રોહિત અને ઉત્તમસિંહને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેથી આ બનાવમાં ફરિયાદી પર થયેલ જીવલેણ હુમલા બાદ તેમણે કુલ આઠ શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU