બહાર નિકળ તને જોઈ લઇશ…: વાંકાનેર શહેર નજીક સાથે નોકરી કરતા યુવાનને વચ્ચેથી રેકડો લેવાનું કહેતા યુવકને માર પડ્યો….

0

હેમ પેઇન્ટ કારખાનામાં નોકરી કરતા યુવાનને સામાન્ય બોલાચાલી બાદ સહકર્મચારીએ બહાર નિકળી લમધારી નાખ્યો !

વાંકાનેર નજીક આવેલી કલરની ફેકટરીમાં કામ કરતો એક શખ્સ રસ્તામાં રેકડો વચ્ચે ઉભો રાખી દેતા તેને સાથે કામ કરતા યુવાને આ રેકડો રસ્તામાંથી હટાવી લેવાનું કહેતા યુવાન સાથે ઝઘડો કરી સામાન્ય બોલાચાલી બાદ કારખાનામાંથી બહાર નીકળતા જ યુવાન પર સહ કર્મચારીએ પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી માર મારતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ હેમ પેઇન્ટ કંપનીમા કામ કરતા ફરિયાદી જયદીપસિંહ ભગિરથસિંહ ગોહિલએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ હેમ પેઇન્ટ કારખાનામાં કામ કરતી વેળાએ ટ્રોલી લઈને નીકળતો હોય ત્યારે આરોપી વિક્રમ પબાભાઈ સરૈયા(રહે.‌ હશનપર)એ રસ્તામાં રેકડો આડો મૂકી દેતા, તેને આ રેકડો હટાવી લેવાનું કહેતા આરોપીએ ઝઘડો કરી તેને કારખાનમાંથી બહાર નિકળી જોઈ લેવાનું કહી, ફરિયાદી કામ પતાવી ઘરે જતા હોય ત્યારે કારખાનાની બહાર આરોપી વિક્રમે ફરિયાદી પર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU