ઘેટા-બકરાના વાડામાં ઘુસી પાંચ પશુઓના મારણ કરી મિજબાની માણી, માનવ વસાહતમાં અવારનવાર દિપડાઓના આંટાફેરાથી નાગરિકો સતત ભયમાં….

વાંકાનેર શહેર ગાયત્રી મંદિરની આસપાસના વિસ્તારોમાં અવારનવાર દિપડાઓ આંટાફેરા કરતા હોવાનાં સમાચાર મળતાં હોય છે, ત્યારે દસ દિવસ પુર્વે દિપડાએ માનવ વસાહતમાં ઘૂસી અને દસ પશુઓના મારણ કર્યા બાદ આજે પુનઃ દિપડાએ આ વિસ્તારમાં જ વધુ પાંચ પશુઓના મારણ કરી મિજબાની માણતા નાગરિકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ગાયત્રી મંદિર પાસે ગતરાત્રીના પુનઃ એક દિપડો ચડી આવ્યો હતો અને અહીં આવેલ પંકજભાઈ દેવીપૂજકના પશુ વાડામાં ઘુસી અને પાંચ બકરાનું મારણ કર્યું હતું, જેમાં અવારનવાર માનવ વસાહતમાં જંગલી પ્રાણીઓ ઘુસી અને પશુઓના મારણ કરતા હોવાના કારણે આ વિસ્તારમાં રહેતા નાગરિકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જેમાં હજુ દસ દિવસ પુર્વે જ આ વિસ્તારમાં દિપડાએ દસ પશુઓના મારણ બાદ ગતરાત્રીના વધુ પાંચ પશુઓના મારણ કરતા સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે….

બાબતે હાલ જંગલી પ્રાણીઓ માનવ વસાહતમાં ઘૂસી અને પ્રાણીઓના મારણ કરી રહ્યા હોય, ત્યારે જંગલી પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલા કરવામાં આવે તે પૂર્વે જ આ વિસ્તારમાંથી દિપડાને પકડીને દુર મુકવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. અગાઉ વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા માટે પાંજરૂ ગોઠવેલ હોય પરંતુ હજુ સુધી દિપડો પાંજરે પુરાયેલ નથી‌..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

 

error: Content is protected !!