મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડી ખાતે ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડી બહારગામથી જુગાર રમવા આવેલા આઠ શખ્સોને રૂ. 5.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા પી.એસ.ગૌસ્વામીએ જુગારની બદી ડામવા ખાસ ઝુંબેશ રાખતા મોરબી એલસીબી પી.આઇ. ડી. એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. જે. ચૌહાણ, એન. એચ. ચુડાસમા અને તેમની ટીમ કાર્યરત હોય દરમિયાન એલસીબી ટીમના ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, તેજશકુમાર વીડજા, ભરતભાઇ જીલરીયાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મોરબીના રંગપર ગામના મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા પોતાના કબ્જા ભોગવટાવાળી વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડે છે….

જેના આધારે એલસીબી ટીમે સ્થળ પર જુગારની ક્લબ પર દરોડો પાડી જુગાર રમતા ૧. મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા (રહે.રંગપર), ૨. કનુભાઇ નકુભાઇ ખાચર (રહે. રંગપર), ૩. પ્રવિણભાઇ વાલજીભાઇ કુનતીયા (રહે. વરડુસર), ૪. મોમભાઇ નાથાભાઇ ડાભી (રહે. વરડુસર), ૫. દાનાભાઇ બીજલભાઇ ડાભી (રહે. વરડુસર), ૬. સંજયભાઇ લીંબાભાઇ બાબુતર (રહે. પીપળીયા(શુકલ) તા.જી.રાજકોટ), ૭. મુકેશભાઇ બાબુભાઇ ઉડેસા (રહે. કડીયાણા તા. હળવદ) અને ૮. દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયા (રહે. રાણેકપર તા. હળવદ)ને રોકડ રકમ રૂ. 5,05,200 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!