વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર રસ્તો ઓળંગતી વેળાએ યુવાનને એક મારુતિ ઝેન કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક આવેલ હરિયાણા મેવાત હોટલ સામે હાઈવે પર ગત તા. ૩૦ ના રાત્રીના સમયે ટ્રકનો ક્લીનર મુસ્તાક મહમુદખાન(રહે. રાજસ્થાન) હોટલથી પાણીની બોટલ લઈને રસ્તો ઓળંગી રહ્યો હોય ત્યારે ત્યાંથી પસાર થતી એક મારૂતી સુઝીકી ઝેન કાર નંબર GJ 03 BA 4820ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી મુસ્તાકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો….

આ અકસ્માતમાં મુસ્તાકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!