મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના ઉપપ્રમુખ તરીકે ચંદ્રપુર ગામના તલાટી મંત્રી ઈસ્માઈલભાઈ પરાસરાની નિમણૂક….

0

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ સંગઠનની સાધારણ સભા ગઈકાલના રોજ મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલી જેમાં સંગઠનના વિવિધ હોદેદારોની નિમણૂક માટે ચુંટણી કરાતા તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાની ચંદ્રપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઈસ્માઈલભાઈ પરાસરાની નિમણૂક કરવામાં આવી હતી….

આ સાથે જ મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ સંગઠનમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ કાસુન્દ્રા, મહામંત્રી તરીકે રવિભાઈ હુંબલ, ઉપપ્રમુખ તરીકે ઈસ્માઈલભાઈ પરાસરાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ તકે હાજર તમામ સદસ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl