વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત….

0

ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ, જ્યાં સારવાર દરમ્યાન દમ તોડ્યો….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીએ સારવાર દરમિયાન તા. 29 ના રોજ દમ તોડી દેતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા જાનીબેન પ્રવીણભાઇ વિંઝવાડીયા (ઉ.વ. 22) નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગત તા. 25 ના રોજ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી…

હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન ગત તા.29 ના રોજ પરિણીતાએ દમ તોડી દીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના લગ્ન બે વર્ષ પૂર્વે જ થયા હતા જેમાં ટુંકા સમયમાં જ મહિલાએ આપઘાત કરી લીધો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl