જામનગરના ધરાનગર-2માં તાજિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના ઘટી છે. જેમાં તાજિયા જુલૂસ દરમિયાન ગત રાત્રીના એક તાજીયા ચાલુ ૧૧ કેવી વિજ લાઈનને અડી જતાં 12 લોકોને વીજ-કરંટ લાગ્યો હતો જેમાં બેનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં અન્ય 10 ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…
જામનગરના ધરાનગર-2માં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તાજીયા જુલૂસમાં જોડાયા હતા, ત્યારે તાજિયા 11 કેવીના જીવંત વાયરને સ્પર્શી ગયો હતો, જેથી તાજિયાની નજીક રહેલા 12 યુવાનને વીજ-કરંટ લાગ્યો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં આશિફ મલેક(ઉ.વ. ૨૩) અને મહંમદ વાહિદ(ઉ.વ. ૨૪) નામના બે યુવાનનાં મોત થયાં છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 10 પૈકીના બે યુવાનની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. તાજિયાના જુલૂસ બાદ નિશ્ચિત જગ્યા પર રાખવામાં આવે છે અને બીજા દિવસે માતમ મનાવવામાં આવે છે. આ માતમ પૂર્વે જુલૂસ દરમિયાન જ માતમ છવાઈ જતાં શહેરભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl