ક્યુટોન સિરામિક કારખાના અલગ અલગ સપ્લાય યુનિટ, પ્રોડક્શન યુનિટ, મુખ્ય ઓફિસ સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ…

વાંકાનેર તાલુકાના ઢુવા અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ જુદા જુદા બે કારખાનામાં આજે વહેલી સવારથી આઈટી વિભાગ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કારખાનાના નાણાકીય વ્યવહારોની તપાસ આઇટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વઘાસીયા અને ઢુવા કારખાના સહિત ક્યુટોન સિરામિકના સપ્લાય યુનિટ અને મુખ્ય ઓફિસ ખાતે પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે….

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ક્યુટોન સિરામિક તેમજ ઢુવા પાસે વરમોરા કારખાનાની પાછળના ભાગમાં આવેલ ક્યુટોન સીરામીક કારખાના ખાતે આજે વહેલી સવારથી આઈટી વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં બંને કારખાનાઓમાં નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે,

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં અગ્રવાલ ગ્રુપ દ્વારા આ બંને સીરામીક કારખાનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને આ ગ્રુપની મુખ્ય ઓફિસ અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ છે, ત્યાં પણ આઈટી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે કારખાનાના ભાગીદારોના વિવિધ સ્થળોએ પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

error: Content is protected !!