વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં આવેલ એક ઓરડીમાં દરોડો પાડી વાંકાનેર તાલુકા પોલીસે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રકમ રૂ.41,000 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં આવેલ ચામુંડા એન્ટરપ્રાઈઝની બાજુમાં આવેલ ઓરડીમાં દરોડો પાડી ત્યાંથી જાહેરમાં જુગાર રમતા ૧). રોહીતભાઇ મનસુખભાઇ વાઘેલા, ૨). ગોરધનભાઇ કરશનભાઇ ધોરીયા, ૩). વીનુભાઇ કેશાભાઇ વાઘેલા,

૪). રાજુભાઇ કરશનભાઇ ધોરીયા, ૫). વીનુભાઇ ધીરૂભાઇ રંગપરા, ૬). રસીકભાઇ ચતુરભાઇ વાઘેલા, ૭). સવજીભાઇ માવજીભાઇ ચૌહાણ અને ૮). ભવાનભાઇ દેવાભાઇ વાઘેલાને રંગે હાથ ઝડપી પાડી રોકડ રકમ રૂ. 41,000 કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!