વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા અને તિથવા ગામના યુવાનો દ્વારા જામનગરના પુર પીડિતો માટે 1000 જેટલી રાશન કીટો બનાવી પુરગ્રસ્તોમાં વિતરણ કરાઇ : હજું પણ વધુ કિટ વિતરણની કામગીરી પુરજોશમાં…
થોડા દિવસો પહેલા ગુજરાતના જામનગર વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક ગામોમાં દસ ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જે પાણી ઉતર્યા બાદ હાલ આ વિસ્તારના નાગરિકો ભોજનથી માંડી કપડાં સુધી અંત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે ત્યારે આ પુરગ્રસ્તોની મદદે વાંકાનેરના યુવાનો આવી અને જામનગરના પછાત પુરગ્રસ્ત ગામડાઓમાં 1000 જેટલી રાશન કીટો બનાવી તેનું વિતરણ કરી ઉમદા કાર્ય કરી રહ્યા છે…
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા અને તિથવા ગામના યુવાનો દ્વારા જામનગરના પુરગ્રસ્ત ગામડાઓ પૈકી આલીયાબાળા(હબીબનગર), ધૂધાવ, ગુલાબનગર, રાજ સોસાયટી સહિતના વિસ્તારોમાં પુરગ્રસ્ત નાગરિકોમાં વાંકાનેર ખાતેથી ચોખા, દાળ, લોટ, ચા-ખાંડ, બટેકા, ડુંગળી, ધાણા-જીરૂ, મરચું, તેલ, બિસ્કીટ, ફરસાણ સહિતની 1000 જેટલી રાશન કિટો બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું…
યુવાનોની આ સરાહનીય કામગીરીમાં પાંચદ્વારકા ગામના અલીઅસગર બાદી, આલમ બાદી, તાજુદ્દીન પરાસરા, નજુભાઈ બાદી સહિતના યુવાનો અને તિથવા ગામની મુસ્લિમ જમાતના યુવાનો તેમજ વાંકાનેર એસ.એમ.પી. ગ્રુપના સ્થાપક મોઈન પીરઝાદા પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા…
આ સાથે જ હજુ પણ વાંકાનેર તાલુકાના ઘણાબધા ગામોમાંથી યુવાનો આ કાર્ય સાથે જોડાઇ અને વધુમાં વધુ રાશન કીટો બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને બને તેટલી શક્ય મદદ માટે પ્રયાસો કરી રહ્યા છે. આ કાર્યમાં જોડાવા અને વધુ માહિતી માટે નિચેના નંબર પર સંપર્ક કરવો…
નજુભાઈ બાદી (G.S.T.)
મો. 97378 77606
અલીઅસગર બાદી
મો. 99253 61774
મોઈન પીરઝાદા (SMP ગ્રુપ)
મો.99792 86786