વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિતે વાંકાનેર ભાજપ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉજવલા યોજના હેઠળ વાંકાનેર વિસ્તારના આશરે 300 જેટલા ગરીબ પરિવારોમાં વિનામૂલ્યે રાંધણગેસ કીટ વિતરણ કરવામાં આવી હતી…

વાંકાનેર પટેલ સમાજની વાડી ખાતે ભાજપ આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની ઉજવલા યોજના અંતર્ગત વાંકાનેર શહેરના કુલ 300 જેટલા ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર, ગેસ કીટ, અને એકવખતનું રિફિલિંગ કરી આપવામાં આવ્યું હતું….

આ તકે વાંકાનેર મહારાજ કેશરીદેવસિંહ ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, અમરસિંહભાઈ મઢવી, નગરપાલિકા સદસ્ય શ્રી રિટાબા રાઠોડ તેમજ જયશ્રીબેન સુરેલા, ગજેન્દ્ર ભાઈ રાઠોડ, ભરતભાઈ ઠાકરણી, મહેન્દ્રસિંહ ઝાલા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!