ગુજરાતની વડગામ વિધાનસભા સીટના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીની આસમ સરકાર દ્રારા ખોટો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી જેની સામે સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે જેથી આ બાબતે આજે વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ બાબતે ન્યાય કરવા રજૂઆત કરવામાં આવી હતી…

ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી દ્વારા સોસીયલ મિડીયાનાં માધ્યમથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું જેની સામે અસમ સરકાર દ્વારા ગુનો નોંધી તેમની થોડા દિવસ અગાઉ ગુજરાતથી ધરપકડ કરવામાં આવી હતી.

લોકશાહીમાં ભારત દેશનાં તમામ નાગરીકોને સોશ્યલ મિડીયાનાં માધ્યમથી વિરોધ કરવાનો અધિકાર હોય જેથી સરકાર દ્રારા લગાવામાં આવેલ આ ગુનાહની તાત્કાલીક તપાસ કરી અને વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વહેલી તકે છોડી મુકવામાં આવે તેવી વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી….

આ તકે વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહીલ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, યુથ કોંગ્રેસ પમુખ આબીદ ગઢવારા, જીલ્લા પંચાયત સભ્ય નવધણભાઈ મેઘાણી, કરશનભાઈ લુભાણી, ગુલામભાઈ પરાસરા, ડો રુકમુદીન માથકીયા તેમજ દલિત સમાજના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!