રાજ્યના ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની ભરતી પરીક્ષા 3 વાર રદ થયા બાદ રવિવારે ચોથી વાર પરીક્ષા યોજાઇ હતી, ત્યારે વારંવાર પરીક્ષા રદ થવાના લીધે ઉમેદવારોમાં પણ પરીક્ષાને લઇને નિરાશા વ્યાપી જતાં કેટલાય ઉમેદવારો પરીક્ષા આપવા ફરક્યા જ નહીં. એટલે બિનસચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા માટે નોંધાયેલા 10.45 લાખ ઉમેદવારોમાંથી 60 ટકા જેટલા એટલે કે 6.44 લાખ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. એટલે કે માત્ર 4 લાખ જેટલા જ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે રવિવારે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતાં ગૌણ સેવા મંડળના અધિકારીઓ સહિતના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો….

રાજ્યભરમાં રવિવારે ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન યોજાઇ હતી. અગાઉ બિન સચિવાલય કલાર્કની પરીક્ષા 3 વખત રદ થયાં બાદ રવિવારે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઇ હતી. જો કે અગાઉના વર્ષોની સરખામણીમાં એકંદરે પેપર સરળ રહેતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો….

મહત્ત્વનું છે કે આ વર્ષે પેપરમાં બંધારણ અને કોમ્પ્યુટર ઓપરેશન સિસ્ટમને લગતા સવાલો પુછવામાં આવ્યા હતા. ઉપરાંત ઇતિહાસ અને સામાન્ય જ્ઞાન આધારિત સવાલો પણ પુછવામાં આવ્યા હતા. એટલે કે પેપર સરળ રહેતા મેરીટ ઉચું રહેવાની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે સમગ્ર રાજ્યમાં 3243 કેન્દ્રો ઉપર 10.45 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાંથી 3901 જગ્યાઓ માટે 4 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તમામ ઉમેવારોને નવી એસઓપી મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઇ પ્રકારનો ફિયાસ્કો થાય નહીં તે માટે પહેલીવાર પરીક્ષામાં જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લીકેશન તૈયાર કરી હતી. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રાખવામાં આવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!