વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ વાડામાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપરડા ગામમાં રહેતા રવજીભાઈ રણજીતભાઈના વાડામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમી મળતા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી 31 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 12,320 અને 24 નંગ બીયરના ટીન જેની કિંમત રૂ. 2,400 સહિત કુલ રૂ. 14,720 ની કિંમતનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં એ.એસ.આઈ. હીરાભાઈ મઠીયા, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, મુકેશભાઈ વાસાણી અને સામંતભાઈ છુંછીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI