ગઈકાલે ધારાસભ્ય દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત બાદ તાત્કાલિક ઘટતું કરવાની સુચનાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા સોસાયટીને નવું નર્મદા કનેકશન અપાતાં ઉપવાસ-આંદોલન પુર્ણ જાહેર…

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી (ચંદ્રપુર-૨) ખાતે છેલ્લા આઠ મહિનાથી પીવા માટે મીઠું પાણી બંધ કરવામાં આવતા સ્થાનિક નાગરિકો હેરાનપરેશાન થઇ ગયા હતા જેમાં જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆતો બાદ પણ સોસાયટીને નિયમિત પાણી ન અપાતા સ્થાનિક નાગરિકો અને આગેવાનો પાણીની માંગ સાથે ઉપવાસ પર બેસી ગયા હતા જે બાદ વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની મધ્યસ્થતાથી નાગરિકોની માંગ મુજબ સોસાયટીને પાણી કનેક્શન મળતા આજે સાંજે ભાટીયા સોસાયટી મહિલા મંડળના હસ્તે ઉપવાસ-આંદોલનનો સુખદ અંત આવ્યો હતો…

ઉપવાસ છાવણીની મુલાકાત લેતા ધારાસભ્ય

બાબતે નિયમિત મીઠા પીવાના પાણીની માંગ સાથે શરૂ થયેલા આ ઉપવાસ આંદોલનની ગઈકાલે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને બાબતે તાત્કાલિક ઘટતું કરવાની ખાત્રી આપ્યા બાદ આજે તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને પાણી પુરવઠા બોર્ડની મદદથી મુદ્દાની ગંભીરતા સમજી ભાટીયા સોસાયટીને નવું નર્મદા કનેકશન આપવામાં આવ્યું હતું જે કનેક્શન આપ્યા બાદ ટુંક સમયમાં જ સોસાયટીને નિયમિત પીવાનું પાણી મળતું થઇ જશે…

જેથી આ તકે ભાટીયા સોસાયટીનો પાણી પ્રશ્ન હલ કરવા બદલ સ્થાનિક નાગરિકો અને ઉપવાસ-આંદોલન કરતા આગેવાનોએ વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારીઓનો જાહેર આભાર માની ભાટીયા સોસાયટી મહિલા મંડળના હસ્તે નર્મદાના પાણીથી પારણાં કરી ઉપવાસ આંદોલનના અંતની જાહેરાત કરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!