વેપારીને ફોન કરી બેફામ વાણીવિલાસ કરી પાંચ લાખની ખંડણી માંગનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ….

મોરબી જિલ્લામાં ગુનેગારો પર પોલીસની લગામ ઢીલી પડી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યા છે જેના કારણે જીલ્લામાં ગુનેગારો બેફામ બનતા રહ્યા ક્રાઈમ રેટ વધી રહ્યો છે. જેમાં વાંકાનેર શહેર ખાતે રહેતા અને વેપાર કરતાં યુવાનને એક શખ્સે ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં જાગૃત યુવાને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અનુસંધાને વાંકાનેર વિસ્તારના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા, દરગાહ સામે રહેતા અને વેપાર કરતાં સરફરાઝભાઈ મહમદભાઇ ભોરણીયા (ઉ.વ. ૩૫) નામના વેપારી પાસે આરોપી મોહસીન સીકંદરભાઈ શાહમદારએ ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવમાં યુવાને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદી યુવાન વાંકાનેરના લક્ષ્મીપરા ખાતે હોય ત્યારે આરોપી મોહસીને તેને ફોન કરી જણાવ્યું હતું કે, તારે મને ખંડણી પેટે પાંચ પેટી(પાંચ લાખ) આપનાની છે, જો તું મને ખંડણી નહી આપ તો તને અને તારા પરિવારને ઉડાડી દઇશ ‘, સાથે જ આરોપીએ ફરિયાદી સાથે ફોનમાં બેફામ વાણીવિલાસ કરી ગાળો આપી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 504, 507 તથા 385 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

ઉપરોક્ત ખંડણીના બનાવ અનુસંધાને સમગ્ર વાંકાનેર વિસ્તારના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે, જેથી આ બનાવની ગંભીરતા સમજી પોલીસ તાત્કાલિક આરોપી સામે યોગ્ય પગલાં ભરી કાયદાનું ભાન કરાવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!