ગઇકાલના રોજ વાંકાનેર શહેર ખાતે એક શખ્સ દ્વારા વેપારીને ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો હતો જે બનાવની ગંભીરતા સમજી વાંકાનેર સીટી પોલીસે તાત્કાલિક અસરથી બનાવના આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી ઉદાહરણ રૂપ કામગીરી કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા, દરગાહ સામે રહેતા અને વેપાર કરતાં સરફરાઝભાઈ મહમદભાઇ ભોરણીયા (ઉ.વ. ૩૫) નામના વેપારી પાસે આરોપી મોહસીન સીકંદરભાઈ શાહમદાર(ઉ.વ. ૨૩, રહે. હાલ કુંભારપરા, વાંકાનેર)એ ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જો પૈસા નહીં આપવામાં આવે તો ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવને પગલે વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો….
જેથી આ બનાવની ગંભીરતા સમજી વાંકાનેર સીટી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ટેકનીકલ સાધનનોની મદદથી આરોપીની શોધખોળ કરી ધરપકડ કરવામાં આવી હતી જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી અન્ય અસામાજીક તત્વો માટે ઉદાહરણ કામગીરી કરી હતી….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પી.આઈ. એન. એ. વસાવા, એ.એસ.આઈ. હિરાભાઈ મઠીયા, હેડ કો. યશપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, કો. સામંતભાઈ છુછીયા, જગદીશભાઈ ગાબુ તથા લોકરક્ષક ધર્મરાજભાઈ ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI