ભારત સરકારના 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલ “વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી લિમીટેડની રચના કરવામાં આવી છે. આ FPOના ઇનપુટ સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે વાંકાનેર મામલતદાર શ્રી યુ. વી. કાનાની, રીજીયોનલ ડાયરેક્ટર NCDC શ્રી સંજય કુમાર તથા FPO દિપક ફાઉન્ડેશનના ઇન્ચાર્જ શ્રી દિલીપ વાણીયા ઉપસ્થિત રહ્યા હતા…

આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના જાલી-જેતપરડા ગામની આસપાસના ગામોમાંથી 300 થી વધુ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. FPO ઇનપુટ સેન્ટરમાં વ્યાજબી દરે ખેડૂતોને ખેત ઓજાર, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર તથા પશુ આહાર મળી રહે અને પાકનું ઉત્પાદન થયા પછી તેની સારી કિંમત મળી રહે તેવા હેતુ સાથે આ FPO કાર્યરત કરવામાં આવી છે…

આ‌ તકે શ્રી સંજય કુમારએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સરકારી ગ્રાન્ટ, સબસીડી, વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે અને ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયત્નો એફપીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ દિલીપ વાણીયા દ્વારા એફપીઓને સારી રીતે ચલાવવા માટે માર્ગદર્શન અને તેમના અનુભવથી ખેડૂતોને સંગઠિત રહી અને FPO એસટીઓમાં જોડાઈ ખેડૂતોને થતા ફાયદાઓ જણાવ્યા હતા. આ કાર્યક્રમમાં દીપક ફાઉન્ડેશન અને અન્ય સરકારી ઓફિસરો દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મહેમાનોએ મંડળીના ડાયરેક્ટર, સ્ટાફ અને સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા…

 

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!