વાંકાનેર તાલુકાના સિંધવદર ગામના ખેડૂતોને આજરોજ વાંકાનેર પ્રાંત અધિકારી પાસે પીજીવીસીએલ દ્વારા અપાતા વિજ પુરવઠાના સમય અને વાડી વિસ્તારમાં દિપડાના ત્રાસ બાબતે રજૂઆત કરવા માટે પહોંચી અને બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ખેડૂતોની માંગ પુરી કરવા રજૂઆત કરી હતી…..

બાબતે ખેડૂતોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,
વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામના ખેડૂતોને પી.જી.વી.સી,એલ. દ્વારા ખેતીવાડી માટે હાલમાં એક અઠવાડીયું દિવસમાં અને એક  અઠવાડીયુ રાત્રે લાઈટ આપવામાં આવે છે. જેમાં દિવસના વારામાં પણ સીંધાવદર ફીડરમાં વહેલી સવારે  ૪-૦૦ કલાકે પી.જી.વી.સી.એલ. લાઈટ આપે છે. જે ખુબજ વહેલો કહેવાય અને રાતમાં જ ગણાય. આ રીતે દિવસના બીજા વારામાં બપોરે ૧૨-૦૦ કલાકે લાઈટ આવે છે અને રાતના ૮-૦૦ કલાક સુધી લાઈટ ૨હે છે.

આમ રાતના ૮-૦૦ કલાકે પીયત કરવાનું બંધ થાય તે રાત જ ગણાય. આ રીતે ખેડુતોને રાતની વિજળીથી આખી રાત વાડીમાં રહેવું પડે છે અને હાલમાં વાંકાનેરના અમુક ગામડામાં રાત્રે જંગલી ઘાતક પ્રાણીનો ત્રાસ રહે છે અને તાજેતરમાં સીંધાવદર ગામમાં દિપડાનો વસવાટ વાડી વિસ્તારમાં જોવા મળે છે. આ સંજોગોમાં રાત્રે ખેતીવાડીમાં જવું ખેડૂતો માટે ખુબ જ જોખમી હોય જેથી બાબતે ખેડૂતોને દિવસના સમયે વિજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી છે….

આ ઉપરાંત ખેતીવાડી સીંધાવદર ફીડરમાં ખુબજ લોડ રહે છે.પરિણામે વારંવાર ખેતીવાડી કનેકશનમાં ફોલ્ટ આવે છે. પરિણામે લાઈટ ન હોવાથી ખેડૂતોને રાત્રે પણ વાડીમાં જવા-આવવાના ધકકા થાય છે. ઘણી વાર રાત્રે પણ લાઈટ ન આવવાથી રાતભર જાગી અને પીયત કરવાનું કામ થતું નથી. જેથી બાબતે ખેડૂતોએ ૧). સીંધાવદર ગામે ખેતીવાડીમાં દિવસ અને રાતના લાઈટના જે  વારા છે તેમાં અઠવાડીયે દિવસના વારામાં સવારે ૮-૦૦ કલાકથી વિજળી આપવા,

તથા ૨) સીંધાવદર ખેતીવાડી ફીડરમાં લોડ વધારાથી વારંવાર ફોલ્ટમાં જાય છે જેથી લોડને રેગ્યુલર કરી નિયમીત વિજ પુરવઠો આપવા અને ૩). આ વિસ્તારમાં વસવાટ કરતા દિપડાને પાંજરે પુરવા માંગ કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!