@Ž©–¯“}Œ»E‚̉ž‰‡‰‰à‚É–K‚êAŽxŽ‚ð‘i‚¦‚éˆÀ”{Œ³Žñ‘Š‚Q‚S“úŒßŒãA–k‹ãBŽs

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવાર સવારે નારા શહેરમાં ગોળીબાર થયો છે. ચૂંટણી કેમ્પેન દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા જે દરમિયાન તેમને પાછળથી 2 ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગતાં તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. તેમને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમની સ્થિતિને લઈને અલગ અલગ જાણકારી સામે આવી રહી છે…

જાપાનના મીડિયા મુજબ, આબેના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. બાકીનાં અંગો પણ કામ કરી રહ્યાં નથી. આ તરફ ન્યૂઝ એજન્સી એએફપીએ તેમના મોતની આશંકા વ્યક્ત કરી છે…

આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને તેઓ ઢળી પડ્યા હતા. શરૂઆતમાં તેમને છાતીમાં ગોળી મારવાના અહેવાલો આવ્યા હતા, જોકે તેમને પાછળથી બે ગોળી મારવામાં આવી છે. તેમની સારવાર નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા તેમના ખબરઅંતર પૂછવા માટે પહોંચી ગયા છે.

પોલીસે 42 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. જોકે હુમલાનું કારણ જાણવા મળ્યું નથી.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!