આજરોજ વાંકાનેર શહેર ખાતે આગામી જન્માષ્ટમી તહેવારની ઉજવણી સંદર્ભે જન્માષ્ટમી મહોત્સવ સમિતિની બેઠક મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં જન્માષ્ટમી તહેવારની સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ બેઠકમાં કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કૃષ્ણ જન્મોત્સવ વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતુ જે સંદર્ભે તા. 26/08 ના રોજ પાંચ વાગ્યે સંતો-મહંતોની હાજરીમાં જનરલ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ અગાઉના વિજેતા ટીમોના ઈનામોનુ પણ અહિં જ વિતરણ કરવામાં આવશે…
આ મિટિંગમાં ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, રૂગનાથજી મંદિરના રેવાદાસજી, નાગાબાવા મંદિરના જગદીશભાઈ, ફળેશ્વર મંદિરના વિશાલબાપુ, મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજી ઝાલા, અમરશીભાઈ મઢવી, વિપુલભાઈ ભાનુશાળી, અમૃતલાલ ઠકરાણી, સુરેશભાઇ પ્રજાપતિ, કિશોરભાઈ ભટ્ટી, જે.એમ. જાડેજા, ગાડુંભાઈ ધરજીયા, રતીલાલ અણીયારીયા, રસિકભાઈ વોરા, પરેશભાઈ મઢવી, પુષ્કરભાઈ ત્રિવેદી, દિપકભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ ઓઝા, રાહુલભાઈ, વિપુલભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq