વાંકાનેર શહેર ખાતે આવેલ પવિત્ર હઝરત શાહબાવાની દરગાહ ખાતે ગયેલા એક યુવાન પર પાંચ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખી લાકડી તથા ઈંટના ટુકડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં વાંકાનેર શહેર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે આવેલ ગેલેકસી-૧ સોસાયટીમાં રહેતા એજાજશા ઈકબાલશા શાહમદાર (ઉ.વ. 28)એ વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઈકાલે શાહબાવાની દરગાહ ખાતે ગયેલ હોય ત્યારે તેમનો દીકરો તેમને મળવા માટે આવતા જુના મનદુઃખનો ખાર રાખી આરોપી આશીફશા નુરશા શાહમદાર, દાઉદશા જીવાશા શાહમદાર, અબ્દુલશા શીદીકશા શાહમદાર, જાવીદશા દાઉદશા શાહમદાર, શોહીલશા રફીકશા શાહમદાર (રહે. બધા શાહબાવાની દરગાહ, વાંકાનેર)ને આ વાતનું સારું નહિ લાગતા મંડળી રચીને લાકડી વડે ફરીયાદીને માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો…

આ મારામારીના બનાવમાં ફરિયાદીને લાકડી વડે માથામા તેમજ વાસામા ઇજાઓ પહોંચી હતી તેમજ આરોપી જાવીદશા દાઉદશા શાહમદાર અને શોહીલશા રફીકશા શાહમદારએ લાકડી વડે અને આરોપી આશીફશા નુરશા શાહમદારએ છુટા ઈટના ઘા મારી કપાળના ભાગે ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવની વાંકાનેર શહેર પોલીસ ફરિયાદી નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!