આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં A ગ્રુપના કુલ 48,172 વિધાર્થીઓ, B ગ્રુપના કુલ 69,377 વિધાર્થીઓ અને AB ગ્રુપના 383 વિદ્યાર્થીઓ મળી કુલ 1,17,932 વિધાર્થીઓ નોંધાયા હતા.

જે પૈકી A ગ્રુપના 46013, B ગ્રુપના 66909 વિધાર્થીઓ અને AB ગૃપના 280 વિદ્યાર્થીઓ એમ કુલ 1,13,202 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યમાં A ગ્રુપના કુલ 474 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં 99 થી વધુ PR મેળવેલો છે. જ્યારે B ગ્રુપ ના 678 થી વધુ વિદ્યાર્થીઓએ 99 થી વધુ PR મેળવેલો છે…

વાંકાનેર કેન્દ્રની વાત કરીએ તો સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં 113.75 ગુણ અને 99.92 PR સાથે પ્રથમ ક્રમે શેરસિયા અલીના મહેબુબભાઇ આવેલ છે. જે વિદ્યાર્થીની વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરે છે. PR ની દ્રષ્ટિએ આકલન કરીએ તો સમગ્ર રાજ્યના પ્રથમ 50 વિધાર્થીઓમાં અલીનાનો સમાવેશ થાય છે, જે સમગ્ર વાંકાનેર પંથક માટે ગૌરવવંતી બાબત છે. અલીના આ સફળતા માટે શાળાની સખત મહેનત અને માતા-પિતાની હુંફને કારણરૂપ માને છે. અલીનાના માતા-પિતા બન્ને ડોક્ટર છે અને અલીના હાલ શાળાના કોચિંગ હેઠળ આગામી સપ્ટેમબર માસમાં લેવાનાર NEET પરિક્ષાની તૈયારી કરી રહી છે. જેમાં ઉજ્જ્વળ દેખાવ કરી તે M.B.B.S. માં એડમિશન લેવા ઇચ્છે છે…

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે માથકિયા સાબિર વલીમામદભાઇ આવેલ છે, જે તીથવાના હેલ્થ ઓફિસર વલીમામદભાઈ માથકીયાનો પુત્ર છે. આ વિધાર્થી પણ જ્ઞાનગંગા સ્કૂલનો છે, જેણે 111.25 ગુણ અને 99.78 PR મેળવ્યા છે.

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં તૃતીય ક્રમે કુલ ત્રણ વિદ્યાર્થીઓ પટેલ કૃતિ હરેશભાઇ, ડાભી રાહુલ હેમુભાઇ અને કારેલીયા અશ્વીન મનસુખભાઇ આવેલ છે જેમણે કુલ 106.25 ગુણ અને 99.29 PR પ્રાપ્ત કરેલ છે. આ ત્રણેય વિધાર્થીઓ પણ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના છે. આ વખતે વાંકાનેર કેન્દ્રમાં 1 થી 3 ક્રમ પર આવેલ તમામ વિધાર્થીઓ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના છે. આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ખુબ ખુબ અભિનંદન….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!