વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે સાસરે રહેલ દિકરીના ઘરેથી પરત પોતાના ઘરે બાઇક લઇને જતા માતા-પુત્રને રસ્તામાં ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આવેલ જાંબુડિયા ઓવરબ્રિજ પાસે એક કાળમુખા ડમ્પર ચાલકે ગંભીર બેદરકારી દાખવી પોતાનું વાહન અચાનક ગોળાઈ વાળી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુત્રની નજર સામે ડમ્પર નીચે કચડાઇ જતાં મહિલાનું મોત થયું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમસર વિસ્તારમાં રહેતા જયાબેન જેન્તીભાઈ કુંઢીયા તેમની વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે રહેતી દીકરી પાસેથી ઘઉં ખરીદ્યા હોય, જેના પૈસા દેવા માટે નાના પુત્ર પ્રકાશભાઈ સાથે બાઇકમાં ઢુવા આવેલ હોય જ્યાંથી કામ પતાવી પરત ઘરે જતી વેળાએ વાંકાનેરના જાંબુડિયા ઓવરબ્રિજ નજીક એક ડમ્પર નં. GJ 13 AW – 8588ના ચાલકે કોઈપણ જાતના સિગ્નલ આપ્યા વગર અચાનક ડમ્પર વાળી લઇ બાઇકને હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં જયાબેન ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા પુત્રની નજર સામે જ મહિલાનું મોત થયું હતું જ્યારે આ બનાવમાં બાઇક ચાલક પુત્ર પ્રકાશભાઈને પણ ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો….

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકી નાસી ગયો હતો જેથી આ બનાવમાં મૃતક જયાબેનના મોટા પુત્ર હરેશભાઈએ કાળમુખા ડમ્પર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાબતે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!