કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ જીલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રી લેખિતમાં રજૂઆત કરી….
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મોટાભાગના તળાવો હાલ ખાલી હોય જેમાંથી ખેડૂતોને ફળદ્રુપ માટી(કાંપ) ઉપાડી અને ખેડૂતો ખેતરમાં ભરે તો ખેત ઉત્પાદન વધી શકે છે, જેથી ખેડૂતોના વિશાળ હિતમાં બાબતે મોરબી જીલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રી વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા દ્વારા લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોને તળાવોમાંથી માટી ઉપાડવાની મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે…
બાબતે ઈરફાન પીરઝાદાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ વિવિધ તળાવોમાં અગાઉ ખેડૂતોને સ્વખર્ચે ફળદ્રુપ માટી(કાંપ) ઉપાડી પોતાના ખેતરમાં ભરવા માટે મંજૂરી આપવામાં આવતી હોય, જેના કારણે ખેડૂતોના ખેતરની ફળદ્રુપતા વધતાં ખેત ઉત્પાદન પણ વધવાની સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરતી હોય જેથી આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે આ યોજનાને પુનઃ શરૂ કરી ખેડૂતોને ખાલી પડેલ તળાવોમાંથી માટી(કાંપ) ઉપાડવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે ઈરફાન પીરઝાદા દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU