વાંકાનેર તાલુકાના જાલીડા નજીકથી પસાર થતા હાઈવે પર પસાર થતાં એક બાઇકની આડું રોઝડુ (નીલગાય) ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા ભરતભાઈ કમલેશભાઈ (ઉ.વ. ૩૭) નામનો યુવાન પોતાનું બાઇક નં. GJ 36 J 1255 લઈને જાલીડા ગામથી આગળ નેશનલ હાઈવે પર સાંજના સમયે પસાર થતો હોય ત્યારે અચાનક તેના બાઈક આડું રોઝડુ (નીલગાય) ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,

જેમાં બાઇક ચાલક ભરતભાઈનું ગંભીર ઈજા થતાં મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!